વિવિધ ધિરાણો

( વ્યાજના દરો) લાંબી મુદૂત

રૂ. ૫૦,૦૦૦ /-સુઘી :- ૮ % રૂ. ૭૫,૦૦૦ /-સુઘી :- ૮.૫ %

રૂ. ૧,૦૦,૦૦૦ /-સુઘી :- ૯ % રૂ. ૧,૫૦,૦૦૦ /-સુઘી :- ૯.૫ %

ચાર વાર્ષિક હપ્તાથી ઘિરાણ આપવામાં આવશે.

રૂ. ૧,૫૦,૦૦૦ /- થી ૨,૦૦,૦૦૦ /- સુઘી :- ૧૦ % રૂ. ૨,૦૦,૦૦૦ /- સુઘી :- ૧૧ %

૭ (સાત) વષૅનાં છ માસિક હપ્તાથી ઘિરાણ આપવામાં આવશે.

 ૧. રૂ. ૧,૫૦,૦૦૦/- સુઘીનાં ઘિરાણો ૪(ચાર) વષૅનાં વાષિક હપ્ર્તા વ્યાજ સાથે ભરપાઈ કરવાનાં રહેશે. જેમાં ૧ (એક) હપ્ર્તાની માંગણી આવ્યેથી વ્યાજ ભરવાથી નભામણી આપવામાં આવશે. 

૨. રૂ. ૧,૫૦,૦૦૦/- થી વઘુ રકમનાં જુના અથવા નવા ઘિરાણો ૭(સાત) વષૅનાં છ માસિક હપ્ર્તા વ્યાજ સા થે ભરપાઈ કરવાનાં રહેશે. જેમાં એક હપ્ર્તાની નભામણી અરજી કરી માંગણી આવ્યેથી વ્યાજ ભરપાઈ કરાવી નભામણી આપવામાં આવશે.રોકડ ઘિરાણ છતાં આવક સાથે સંકળાયેલ નથી. સભાસદને એક ખાતા ઉપર જમીનનો આકારના રૂ.૫,૦૦૦/- જેટલું ઘિરાણ મળી શકશે. રૂ.૧,૫૦,૦૦૦/- સુઘીની રકમ ચાર સરખા વાષિક હપ્તામાં વ્યાજ સાથે પરત ચુકવણી કરવાની રહેશે. જયારે રૂ. ૧,૫૦,૦૦૦/- થી ઉપરનું ઘિરાણ ૭(સાત) વષૅના છ માસિક હપ્ર્તામાં વ્યાજ સાથે પરત ચુકવવાનાં રહેશે. માંગણી આવ્યેથી યોગ્ય કીસ્સામાં નભામણી એક વષૅ માટે વ્યાજ ભરપાઈ કરેથી મળી રહેશે. બોજાની નોંઘ કરાવવી આવશ્યક છે. જામીનો આવશ્યક છે. વ્યાજનાં દરો તથા શરતો લાંબી મુદ્દત રહેશે.

૧. જુના વાહનો લેવાના કીસ્સામાં વાહનની રકમનાં ૭૫% અથવા રૂ. ૨,૦૦,૦૦૦/- ની મયૉદામાં તથા નવા વાહનની પૂરી રકમનું ઘિરાણ આપવામાં આવશે.

 ૨. મંડળીની તરફેણમાં હાઈપોથીકેશન કરાવી આપવાનું રહેશે અથવા તેટલી રકમનો બોજો નોંઘવાનો રહેશે.

૩. પાટીએ ફુલ ઈન્સ્યોરન્સ ઉતારવાનો રહેશે. વીમો લોન પુણૅ થાય ત્યાં સુઘી ઉતરાવવાનો રહેશે.વીમો ન ઉતરાવનારને વીમાની રકમ ખાતે ઉઘારી મંડળી વીમા પ્રીમીયમ ભરશે. વીમા
પ્રીમીયમની ઝેરોક્ષ દર વખતે મંડળીમાં આપવાની રહેશે.

૪.વાહન બોજાની નોંઘ કરાવવી તથા બે ઉત્પાદક જામીનો આપવાનાં રહેશે.

૫.ટી.ટી.ઓ ફોમૅ ઉપર મંડળીની તરફેણમાં સહી કરી આપવાની રહેશે.

૬.વાહનના ડુપ્લીકેટ કાગળો મંડળીને આપી દેવાના રહેશે.

૭.રજીસ્ટ્રેશન તથા અન્ય જવાબદારી વાહન લેનારની રહેશે.

૮. પાટી બે નીયત કરેલા હપ્તા ભરપાઈ કરવાનું ચુકશે તો મંડળી વાહન પોતાના કબ્જામાં લઈ શકશે તથા હરાજી કરાવી તમામ ખચૉની રકમ વસુલાત સહીત ઘિરાણ ખાતે જમા કરશે.

૯. વ્યાજનાં દરો લાંબી મુદ્દતનાં સ્લેબ મુજબ રહેશે. રૂ.૫૦,૦૦૦/- સુઘીનાં ઘિરાણો માસિક હપ્ર્તા રૂ.૫૦,૦૦૦/- થી વઘુ તથા રૂ.૧,૫૦,૦૦૦/- સુઘી ચાર વષૅના વાષિક હપ્ર્તા તથા
રૂ. ૧,૫૦,૦૦૦/- થી વઘુ રકમના ઘિરાણો ૭(સાત) વષૅનાં છ માસિક નિયત કરેલ હપ્ર્તાની રકમ વ્યાજ સહીત ભરપાઈ કરવાનાં રહેશે.

૧૦. નોટીશ બજાવી વાહન હરાજી કરતા ઘટતી રકમ ઉત્પાદક જામીનો પાસે સંસ્થા તેના લેણાંમાંથી સીઘી વસુલાત કરશે.

સામાજીક પ્રસંગ ,ટી.વી., ફીઝ, ઘરઘંટી, ફનિચર, હાઉસ લોન (ઘર બાંઘકામ માટે),મેડીકલ લોન(હોસ્પીટલનાં ખચૉ માટે), શૈક્ષણિક લોન: વગેરે

 

(૧) હાઉસ લોન-( ઘર બાંઘકામ માટે)

૧. ઘર બાંઘકામ માટે આકીટેકનો પ્લાન તથા એસ્ટીમેંન્ટ આપવાનું રહેશે.
૨. કવોટેશન વિના પાસ થશે નહીં. લોન પાસ થયા બાદ ખરીદી બીલની ઝેરોક્ષ વગેરે આપ્યા બાદ લોન મળશે.
૩. સીમેંન્ટ તથા લોખંડ સંસ્થા પાસે લેવાનું રહેશે.
૪. નવા બાંઘકામ માટે સીમેંન્ટ ,લોંખડ, લાકડાં ,ઈંટ,રેતી તથા મજુરીની રકમ એસ્ટીમેંન્ટ પ્લાનને આઘારે આપવામાં આવશે. મઘ્ય્મમુદ્દતનાં નિયમ પ્રમાણે લોન પરત કરવાની રહેશે.
૫. હાઉસ લોન વઘારેમાં વઘારે રૂ.૨૦,૦૦,૦૦૦/- સુઘીની મયૉદામાં આપવામાં આવશે.
૬. નોટીશ બજાવી ઘરની હરાજી કરાવી ઘટતી રકમ ઉત્પાદક જામીનો પાસે સંસ્થા તેનાં લેણાંમાંથી સીઘી વસુલાત કરશે.

(૨) સામાજીક પ્રસંગ :-

૧. સભાસદોએ પોતાની દીકરી-દીકરાંનાં લગ્રનાં આવેલ પ્રસંગ માટે લોન મળી શકશે.
૨. મઘ્યમુદ્દતનું ઘિરાણ માટે જરૂરી ફોમૅ તથા જરૂરી જામીનગીરી આપવાની લોન મળી શકશે.
૩. સામાજીક પ્રસંગે સીઘુ સામાન સંસ્થામાંથી લેવાનું રહેશે.
૪. પરત ચુકવણી મઘ્યમમુદ્દતનાં નિયમ પ્રમાણે લોન પરત કરવાની રહેશે.

(૩) મેડીકલ લોન :-

૧. સભાસદોનાં કુટુંબમાં આકસ્મિક આવી પડેલ માંદગીનાં ખચૅને પહોંચી વળવા માટે આ ઘિરાણ આપવામાં આવશે.
૨. મેડીકલ લોન લાંબા ગાળાની હોય જરૂરી ફોમૅ તથા જરૂરી જામીનગીરી આપવાથી લોન મળી શકશે.
૩. મેડીકલ લોન માટે ખચૅનાં બીલની ઝેરોક્ષ આપવાની રહેશે.
૪. પરત ચુકવણી મઘ્યમમુદ્દતનાં નિયમ પ્રમાણે લોન પરત કરવાની રહેશે.

(૪) ટી.વી, ફીઝ, ઘરઘંટી તથા ફર્નિચર :-

૧. જરૂરી સાઘનોની ખરીદી માટે ક્વોટેશન સાથે જરૂરી ફોમૅ ભરી અરજી કરવાની રહેશે.
૨. ઉત્પાદક સભાસદોને પુરી રકમની લોન તથા ત્રિમાસિક હપ્ત તથા અન્ય સભાસદોને સાઘનની કિંમતનાં ૨૫% જામીનગીરી સામે લોન આપવામાં આવશે.
૩. પરત ચુકવણી ત્રણ વષૅની રહેશે.
૪. નોટીશ બજાવી સાઘનની હરાજી કરાવી ઘટતી રકમ ઉત્પાદક જામીનો પાસે સંસ્થા તેનાં લેણાંમાંથી સીઘી વસુલાત કરશે.

ખેતી ઉપયોગ માટે ફામૅ હાઉસ, ફેન્સીંગ બોર,મોટર ખરીદી, ડ્રીપ ઈરીગેશન,પાઈપલાઈન તથા દવા છાંટવાનો પંપ્ર.

 

૧. જમીન પર આપવામાં આવેલ ઘીરાણ ઉપરાંત એગ્રીકલ્ચર લોન જુદા-જુદા હેતુ માટે આપવામાં આવે છે.

૨. બે જામીન તથા બોજાની નોંઘ કરાવવી રહેશે.

3. જરૂરી લોનનાં ક્વોટેશન તથા બીલની ઝેરોક્ષ આપવાની રહેશે. જે હેતુ માટે ઘીરાણ લીઘું હશે તેમાં જ ઉપયોગ કરવાનો રહેશે.

૪. મઘ્યમમુદ્દતના નિયમ પ્રમાણે લોન પરત કરવાની રહેશે.

૫. નોટીશ બજાવી ઘટતી રકમ ઉત્પાદક જામીનો પાસે સંસ્થા તેનાં લેણાંમાંથી સીઘી વસુલાત કરશે.

૧. સભાસદોનાં બાળકોને વઘુ ભણતર માટે આ લોન આપવામાં આવશે. અગાઉ પાસ કરેલી માકૅશીટ તથા સ્કુલ લિવિંગ સટીંફીકેટની ઝેરોક્ષ સાથે જરૂરી ફોમૅ ભરી અરજી કરવાની રહેશે. 

૨. ફી રસીદ, રહેવાનું તથા જમવાનાં બીલની ઝેરોક્ષ આપવાની રહેશે.

૩. રૂ.૫૦,૦૦૦/- સુઘીની શૈક્ષણિક લોનનું પહેલા એક વષૅનું વ્યાજ સંસ્થા રીબેટ પેટે ચુકવશે. રૂ.૫૦,૦૦૦/- થી વઘુની લોનનું વ્યાજ પ્રથમ વષૅથીજ તા.૩૧મી માચૅ સુઘીમાં લોન લ્રેનારે વ્યાજનું રોકડ ચુકવણું કરવાનું રહેશે.આમ કરવામાં ચુકશો તો તા.૩૧મી માચૅ દિને તેમનાં લોન ખાતામાં ઉમેરવામાં આવશે.ભણતર પૂરું થયા બાદ મઘ્યમ મુદૂતનાં નિયમ પ્રમાણે લોન વ્યાજ સા સાથ પરત કરવાની રહેશે.

૪.શૈક્ષણિક લોન વઘારેમાં વઘારે રૂ.૫,૦૦,૦૦૦/- લાખ સુઘીની મયૉદામાં આપવામાં આવશે.

૫. શૈક્ષણિક લોનના ઉપરકોત નિયમોના અમલ તા.૦૧-૦૮-૨૦૧૫થી લાગુ કરવામાં આવશે.

૧.ખેડૂત તથા તેમના કુટુંબના સભાસદોએ ઘારણ કરેલી જમીનના દાખલા આપવાના રહેશે.  

૨. સભસાદના મંડળીમાં આવેલા પાકોના ત્રણ વષૅની સરેરાશ આવકના ૧.રૂ સુઘીની મયૉદામાં શાખ મંજુર કરવામાં શાખ મંજુર કરવામાં આવશે. શેરડી માટે વઘુમાં વઘુ ઘિરાણ સુગર
ફેકટરીની સંમતિપત્રક તથા દાખલાથી શાખ ઉપરાંત વઘારાનું ઘિરાણ આપવામાં આવશે.

૩. જે રકમની શાખ મંજુર થશે તેનાં કરતા ડબલ રકમનું એકરારાનામું કરી આપવાનું રહેશે.

૪. શાખ મંજુર કરાવનારે ઉત્પાદક જામીનો આપવાનાં રહેશે.

૫. વઘુમાં વઘુ ઘિરાણ રૂ.૩,૦૦,૦૦૦/- આપવું તેનો વ્યાજનો દર ૭% રહેશે તથા ૧ લી જુનથી ૩૦ મી જુન સુઘીમાં ઘિરાણ ૦.૦૦ કરાવનારને ૧% વ્યાજ રીબેટ આપવામાં આવશે.

૬. ખેડૂતોનો ઉત્પાદીત માલની રકમ આ ખાતામાં જમા કરાવવી અને જરૂરીયાત પ્રમાણે ઉપાડ કરી શકશે.

૭. સભાસદ પોતાની આવકના પ્રમાણમાં રૂ ૩,૦૦,૦૦૦/- ની મયૉદા હોવાથી પોતાના કુટુંબના સભાસદોને સહ કરજદાર બનાવી શકશે. તેમને આપવામાં આવેલ ઘિરાણ કુટુંબના મુખ્ય જમીન
ઘારણ કરનારના શીરે રહેશે.

૮. મુદૂતવીતી વસુલાતના કીસ્સામાં ચઢેલી મુદૂત માટે ૩% ટકા દંડનીય વ્યાજ આપવાનું રહેશે.

૯. જુનું ઘિરાણ ચુકતે કયૉથી નવું ઘિરાણના આપવામાં આવશે.

૧૦. વષૅમાં એક વખત ૧ લી જુનથી ૩૦ મી જુન સુઘીમાં ઘિરાણ ૦.૦૦ કરાવવાનું રહેશે.એક વખત ઘિરાણ ભરપાઈ કરવાથી ૨૪ કલાકમાં નવું ઘિરાણ મળી શકશે.

૧૧. ખાસ કેસમાં અરજી કયૅથી પ્રમુખશ્રી તથા સેક્રેટરીશ્રીની સત્તાથી શાખ ઉપરાંત વઘારાનું ઘીરાણ આપવામાં આવશે જેનો વ્યાજ દર ૯% રહેશે.

૧૨. ૧ લી જુનથી ૩૦ મી જુન સુઘીમાં હવાલા પઘ્ઘતિથી સભાસદના ઉત્પન્ન થયેલા માલની આવકના નાણાંમાંથી સીઘી ઘિરાણની વસુલાત વ્યાજ સહીત કરી લેવામાં આવશે.

૧૩. વ્યાજના દરો વખતોવખત વઘારવા ઘટાડવાની કે વ્યાજ રીબેટ વખતોવખત ચાલુ રાખવાની કે બંઘ કરવાની સત્તા ઘિરાણ સમિતિની રહેશે.

૧૪. ઘિરાણ કરાર જરૂરી સ્ટેમ્પ પેપર ઉપર કરાવવાનો રહેશે અને તે ઉપાડ તારીખથી ૩ વષૅ સુઘી અમલમાં રહેશે.

૧૫. નાણાં ઉપાડવા માટે નંબરવાળી સ્લીપ મંડળીમાંથી આપવામાં આવશે. તેમજ જમા ઉઘારની નોંઘ પાસબુકમાં કરાવવાની રહેશે.પાસબુક તથા ચેકબુક વગર કોઈપણ પ્રકારની લેવડદેવડ
કરવામાં આવશે નહીં.

૧૬. સભાસદોએ પાકનો વીમો લેવાનો રહેશે અને તેનું પ્રીમીયમ વખતોવખત સભાસદોના ખાતે ઉઘારી મંડળી ભરશે.(વીમા યોજના અમલમાં આવે તો)

 ફરજીયાત બચતની જમા રકમનાં ૧૦% જમા રાખી, બાકીની રકમનું ઘિરાણ મળી શકશે. ઘિરાણ લીઘાની તારીખથી ૧૨ માસમાં પરત ચુક્વણી કરવાની રહેશે. બે જામીનો આપવાનાં રહેશે. વ્યાજનો દર ૧૨% વાષિક રહેશે.

કમૅચારી લોન

સંસ્થાના કાયમી કમૅચારી એગ્રીમેંન્ટ મુજબ વાહન લોન તથા સ્ટાફ લોન મળશે. કમૅચારીની જમા પ્રો. ફંડની રકમના ૯૦% સુઘી પરંતુ વઘુમાં વઘુ રૂ. ૪૦,૦૦૦/- સુઘીનું ઘિરાણ મળી શકશે.

પરત ચુકવણી માસીક હપ્તાએ પગારમાંથી સીઘી કપાત તથા વ્યાજ વાષિક ચુકવવાનું રહેશે.

સ્ટાફ લોન :

૧. રૂ. ૪૦,૦૦૦/- સુઘીનું ઘીરાણ યોગ્ય કારણથી આપવામાં આવશે.
૨.છ વષૅનાં માસીક હપ્તાથી અથવા સામટાથી ભરપાઈ કરવાનાં રહેશે જેનો વ્યાજનો દર ૮% રહેશે.
૩.ફોમૅ ભરી બે ઉ ત્પાદક જામીનો આપવાનાં રહેશે.

વાહન લોન: (કાયમી કમૅચારીઓ માટે)


૧. વાહન લોન મેળવવાના કીસ્સામાં ક્વોટેશનની રકમ અથવા રૂ. ૬૦,૦૦૦/- બે માંથી જે ઓછું હશે. તે મળશે. વ્યાજનો દર ૮% વાષિક રહેશે.
૨. કમૅચારીએ મંડળીની તરફેણમાં હાઈપોથીકેશન કરાવી આપવાનું રહેશે.
૩. ત્રણ વષૅની ઉપરની જુની ગાડી ઉપર લોન મળી શકશે નહીં.
૪. ત્રણ વષૅ સુઘીની ગાડીની કિંમત અંગે વેલ્યુએશન રીપોટૅના આઘારે લોન મળી શકશે.
૫. છ વષૅની મુદ્દત દરમ્યાન ૭૨ માસીક હપ્તાથી પગારમાંથી સીઘી કપાત વ્યાજ સહીત કરવામાં આવશે.